શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, 
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને.

આપણી સામે અલગ ને લોકો સામે અલગ, 
બદલાતા માણસની જાત નથી ગમતી મને.

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું? 
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને.

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, 
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને.

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને.

જે પણ કહેવું હોય તે મારા મોઢાં પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને.

- 'બેફામ'

Comments

Popular posts from this blog

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની

લઇ આવ્યો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?