એ એક છે કે જેમની આંખે જવાબ છે,બાકી ક્ષણો તો વાંચવી અઘરી કિતાબ છે.

એ એક છે કે જેમની આંખે જવાબ છે,
બાકી ક્ષણો તો વાંચવી અઘરી કિતાબ છે.

ક્યારેક એ બે હાથમાં પથ્થર મૂકી જુઓ,
એ ફેંકશે તો લાગશે: તાજું ગુલાબ છે.

ફરતો ફકીર છું ને એથી અમીર છું,
અશ્રુ બીજું કઈ નથી પણ ઝર્ઝરતું આબ છે.

ઝાકળ વરસતાં પુષ્પની પ્યાલી ભરાય છે,
આખા જગતમાં એક એ મોળો શરાબ છે.

”ઈર્શાદ” એટલે તો હું જલ્દી નહિ મરું,
મારા તમામ ચોપડે બાકી હિસાબ છે.

– ચિનુ મોદી 'ઈર્શાદ'

Comments